સામાજિક સમરસતામાં સંત સાહિત્યનું પ્રદાન

Authors

  • હાર્દિક પરેશભાઈ જોષીપુરા

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.209

Abstract

ધર્મસંસ્કૃતિના ઉત્કૃષ્ટ આદર્શો, વૈદિક વિચારોનો ભવ્ય વારસો તથા ભકિત, સેવા, અને સમર્પણનો ત્રિવિધ અમૃતપ્રવાહ માનવજીવનને પાવન કરતો રહે તે માટે સંતજનોનું સાહિત્ય અમૂલ્ય યોગદાન ઉપકારક છે. સમતા, ક્ષમા, કરુણા, અહિંસા, અપિરગ્રહ, સત્ય, તિતિક્ષા, પરોપકાર, પ્રેમ ઈત્યાદિ સદ્દમૂલ્યોના આચરણ દ્વારા સંતો માંથી નીપજતું સાહિત્ય માનવતાની મહેંક પ્રસરાવનાર છે. આથી જ સંતજનો સાક્ષાત તીર્થરાજ સમા છે. તેઓનું સાહિત્ય માનવને ધર્માભિમુખ કરીને તથા સ્વકર્તવ્યનું ભાન કરાવીને આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા દિવ્ય જીવન તરફ લઈ જઈ માનવને મહાવીર બનાવે છે. સંતસાહિત્ય વગરની પૃથ્વીની કલ્પના કરવી એ પ્રાણ વિનાના દેહની કલ્પના બરાબર છે. ભૌતિક પ્રગતિ અને વૈજ્ઞાનિક શોધખોળો આપણને મૃગજળ સમું આભાસી સુખ તથા સગવડ આપી શકશે પરંતુ સદ્દ્વાંચન, સદ્દ્વિચાર, સદ્આચાર, સદ્દચિંતન, અને સદ્લેખન આપણને સહુને શાશ્વત સુખ અને અલૌકિક શાંતિની પ્રાપ્તિ અર્થે સંતસાહિત્ય માંથી પ્રેરણાના દિવ્ય પુષ્પો મળી રહે છે.

References

ગુજરાતી સંતસાહિત્ય : ભજનવાણી, ડૉ નિરંજન રાજ્યગુરુ, પ્રવીણ પ્રકાશન, પ્ર.આ. ૨૦૨૧

અગમ દેશનો પથિક : નાથાલાલ ગોહિલ, સંપાદકો. ડૉ મનોજ રાવલ, ડૉ રમેશ સગઠીયા, ડૉ જીવરાજ પારઘી, એકલવ્ય પ્રકાશન. પ્ર.આ. ૨૦૧૭

શબ્દસૃષ્ટિ વિશેષાંક, ફેબ્રુઆરી ૨૦૧૭, અંક ૨, સળંગ અંક ૪૦૧, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર

Downloads

Published

14-09-2023

How to Cite

જોષીપુરા હ. (2023). સામાજિક સમરસતામાં સંત સાહિત્યનું પ્રદાન. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 138–143. https://doi.org/10.47413/vidya.v2i2.209

Issue

Section

Articles