ધીરુબેન પટેલના બાળનાટકોમાં વિષય વૈવિધ્ય

Authors

  • ચાવડા શકુંતલાબેન દિનેશભાઈ Children University, Gandhinagar
  • ડૉ.પ્રશાંત પટેલ

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.210

Abstract

ગુજરાતી સાહિત્યને મધ્યકાલીન અને અર્વાચીન એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. મધ્યકાલીનયુગમાં સાહિત્ય મોટેભાગે ધર્મકેન્દ્રી જોવા મળતું હતું. નરસિંહ મહેતાથી માંડી દયારામ સુધીનું સાહિત્ય આપણને પદ્ય સ્વરૂપે અને ધર્મકેન્દ્રી જોવા મળે છે. એ સમયે પદ, રાસ, ફાગુ, આખ્યાન, ગરબી, કાફીઓ જેવા સાહિત્યસ્વરૂપો જોવા મળતાં હતાં. આ યુગમાં માત્ર પદ્યમાં જ રચનાઓ જોવા મળે છે.

અર્વાચીનકાળને સાહિત્ય પ્રમાણે જુદા-જુદા યુગવિભાજનમાં મુકવામાં આવેલ છે. સુધારકયુગ, પંડિતયુગ, ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ અને અનુઆધુનિકયુગ. ગુજરાતી સાહિત્યમાં દરેક યુગમાં તત્કાલીન પરિસ્થિતિ પ્રમાણે સાહિત્યમાં તેની છાપ જોવા મળે છે. અર્વાચીનયુગમાં ગદ્યમાં સાહિત્ય લખવાની શરૂઆત  સુધારકયુગથી થઈ ગઈ હતી. આ યુગમાં વાર્તા, આત્મકથા, નિબંધ, ચરિત્રલેખન, નવલકથા, નાટક વગેરે સાહિત્ય સ્વરૂપો ખેડાયા. આ સાથે બાળસાહિત્ય પણ લખવાની શરૂઆત ધીમે ધીમે થવા લાગી. જેમાં જુદાં જુદાં સ્વરૂપો ખેડાવા લાગ્યા.

ગુજરાતી બાળસાહિત્યને  શિશુસાહિત્ય અને બાળસાહિત્ય એમ બે વિભાગ પાડવામાં આવેલ છે. જેમાં બાળકની વયને આધારિત સાહિત્ય લખવામાં આવે છે. તેમાં બાળવાર્તા, બાળકવિતા, બાળચરિત્ર, બાળનિબંધ અને બાળનાટક જેવાં સ્વરૂપો જોવા મળે છે.

નાટકનું એક સ્વરૂપ તે બાળનાટક. નાટક અને બાળ એકમેક સાથે બિંબ-પ્રતિબિંબ સમાન છે. બાળને જોતાં જ એના પ્રત્યેક વર્તનમાં હાવભાવ, ચેષ્ટા અર્થાત અભિનય જણાય છે. બાળક કંઈ વાત કરે છે તો એકલા મોં વડે જ નથી કરતું, તે કંઈ ગીત ગાય છે તો એકલા કંઠ વડે જ નથી ગાતું, તે આઠે અંગ વડે ગાય છે. હાથના વિવિધ હાવભાવથી વાતનો ભાવ પ્રગટ કર્યા વિના એને સંતોષ થતો નથી. ઘટના મુજબ પોતાના કહેવાનો પૂરો ભાવ સમજાવવા તે દોડી બતાવે છે, કુદી બતાવે છે, કંઈક કંઈક ક્રિયાઓને અભિનય કરીને બતાવે છે, આંખોના મચકારા અને ચહેરાના હસવાના ભાવ પણ ઘટના પ્રમાણે ઉમેરતું રહે છે. જાણે કોઈ તાલીમ પામેલ નટ હોય તેમ તેની આંગિક ચેષ્ટાઓ ચાલે છે. આ ચેષ્ટાઓમાં કળા, સૌષ્ઠવ અને સુડોળપણું સારા પ્રમાણમાં આવી જતું હોય છે. નાટ્યાભિનયની રૂઢિઓ અને મુદ્રાઓ તે પોતાના અભિનયમાં ઉતારી ન શકે પરંતુ  સ્વકલ્પનાનુસારના કળા-કૌશલ એના અભિનયોમાં આવ્યા વિના રહેતાં નથી. ઘટનાની સાથે અને પાત્રની સાથે તે એટલું એકરૂપ બની જાય છે  કે નાટ્યકળા તેના વર્તનમાં કુદરતી રીતે આવી બેસે છે.

નાટકનો વિચાર હંમેશા રંગભૂમિના સંદર્ભે થતો હોય છે. નાટકો ભજવાય છે, ભજવવા માટે હોય છે. તેથી તે રીતે વિચાર થાય એ પણ સ્વાભાવિક છે. પરંતુ તેથી કરીને નાટકો એ સાહિત્ય નથી એવું થોડું છે? ‘કાવ્યેષુ નાટક રમ્ય’ એમ કહીને સાહિત્યમાં રમ્ય તો નાટક જ છે એવી સ્થાપના થઈ છે. વળી, બાળકોના શિક્ષણની દ્રષ્ટીએ પણ બાળનાટકો અત્યંત મહત્વનાં છે.

References

‘ગુજરાતીમાં બાળ સાહિત્ય’ મોહનભાઈ શંકભાઈ પટેલ.

“મમ્મી ! તું આવી કેવી ?” ધીરુબહેન પટેલ, પ્રકાશક - ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટપ્રકાશન, ૨૦૧૪

‘ગુજરાતી લેખિકા સૂચિ’ સં.દીપ્તિ શાહ

અર્વાચીન ગુજરાતી સાહિત્ય –ઈતિહાસ, બેચરભાઈ પટેલ

બાળનાટક અને એનું સાહિત્ય, ચન્દ્રવદન સી.મહેતા, હંસાબહેન મો.પટેલ

‘ગગનચાંદનું ગધેડું’, ધીરુબેન પટેલ, પ્રકાશક-ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય

‘સૂતરફેણી’ ધીરુબેન પટેલ પ્રકાશક-કિરણ ઠાકર

Downloads

Published

13-09-2023

How to Cite

ચાવડા શ., & પટેલ પ. (2023). ધીરુબેન પટેલના બાળનાટકોમાં વિષય વૈવિધ્ય. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 130–137. https://doi.org/10.47413/vidya.v2i2.210

Issue

Section

Articles