રાવજી પટેલની કવિતામાં ‘સૂર્ય’ અને ‘તમાકુ’નું પ્રતીક અને કલ્પન

Authors

  • ડૉ. બિપિન ચૌધરી

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.234

Abstract

આધુનિકતાનો અભિનિવેશ કુદરતી રીતે જ કોઈ કવિના સર્જનમાં પ્રગટ્યો હોય તો તે છે રાવજી પટેલ. રાવજી  છોટાલાલ પટેલ ડાકોર પાસેના વલ્લભપુરા ગામનો વતની. તેમનું સાહિત્ય સર્જન  નવલકથા, કવિતા અને વાર્તાઓ  જેવા સ્વરૂપોમાં પ્રાપ્ત થાય છે. સર્જક રાવજીએ લગભગ ઈ.સ. ૧૯૬૦થી લેખન – સર્જનનો શુભારંભ કર્યો અને ઈ.સ. ૧૯૬૮માં ક્ષયની બીમારીને લીધે જીવવાની ઉંમરે આ કવિ અનંતની વાટે ચાલ્યો ગયો. તેમણે માંડ એક દસકો સાહિત્ય સર્જન કર્યું પણ જેટલું પણ સર્જન કર્યું તે ગુણવત્તા સભર છે. નવલકથા ‘અશ્રુઘર’ (૧૯૬૫), ‘ઝંઝા’ (૧૯૬૬), કાવ્યસંગ્રહ ‘અંગત’ (૧૯૭૧) અને  અધૂરી નવલકથા ‘વૃતિ’ અને તેમની ટૂંકીવાર્તાઓ ‘વૃતિ અને વાર્તા’નામે ઈ.સ. ૧૯૭૭માં પ્રકાશિત થઈ. રાવજી પટેલે એકાંકી લખવાના અધકચરા પ્રયત્નો કરેલા.

References

‘અંગત’, રાવજી પટેલ, આર.આર. શેઠની કંપની, અમદાવાદ, પ્રથમ આવૃતિ: ૧૯૭૧

‘અંગગત છવિ’, જયેન્દ્ર શેખડીવાળા, ઈ કોપી, WWW.GUJLIT.COM

‘રાવજી પટેલ’, મણિલાલ હ. પટેલ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમ આવૃતિ: ૨૦૦૫

‘મોલ ભરેલું ખેતર’, મણિલાલ હ.પટેલ, ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટ, અમદાવાદ, પ્રથમ આવૃતિ: ૨૦૧૮

Downloads

Published

14-09-2023

How to Cite

ચૌધરી બ. (2023). રાવજી પટેલની કવિતામાં ‘સૂર્ય’ અને ‘તમાકુ’નું પ્રતીક અને કલ્પન. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 189–192. https://doi.org/10.47413/vidya.v2i2.234

Issue

Section

Articles