મણિલાલ હ. પટેલની જાતીયતાપરક વાર્તાઓ

Authors

  • ડો. બિપિન ચૌધરી

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.276

Abstract

મણિલાલ હ. પટેલ જાણીતા કવિ, નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક છે. વાર્તાકાર તરીકે પણ નામના ધરાવે છે. તેમની સર્જક પ્રતિભાને ‘ધનજી- કાનજી સુવર્ણચંદ્રક’, ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’ વગેરે એવોર્ડ અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યી છે. સર્જક મણિલાલ પટેલ શૈશવકાળથી લેખનની પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. અધ્યાપક તરીકે ફરજ બજાવતાં ઇડર અને ત્યાર બાદ પણ તેમની વાર્તાલેખન પ્રવૃતિ ચાલુ રહી છે. તેમની પાસેથી ‘રાતવાસો’, ‘હેલી’, ‘બાપાનો છેલ્લો કાગળ’, ‘સુધા અને બીજી વાતો’ વગેરે વાર્તાસંગ્રહો મળે છે. ઈ.સ.૧૯૮૮થી ઈ.સ.૨૦૦૮ સુધીનાં વર્ષો દરમિયાન તેમની લગભગ સિત્તેર જેટલી વાર્તાઓ પ્રગટ થયેલી છે. છ જેટલા વાર્તાસંગ્રહ અને અનેક ચયનો સંપાદનોમાં તેમની વાર્તાઓ સ્થાન પામી છે. હિન્દી –અંગ્રેજી, મરાઠી, કન્નડ ભાષામાં અનુવાદો પણ થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની ‘કથાભાવન શ્રેણી’ અંતર્ગત વાર્તાકાર મણિલાલ હ. પટેલે સ્વ-સર્જનમાંથી ‘ચૂંટેલી વાર્તાઓ મણિલાલ હ .પટેલ’ને આધારે જાતીયતા પરક વાર્તાઓ તપાસવાનો ઉપક્રમ પ્રસ્તુત લેખમાં છે.

References

‘ચૂંટેલી વાર્તાઓ મણિલાલ હ. પટેલ’, મણિલાલ હ. પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ:૨૦૧૯

‘નારીચેતનાની-સંવેદનાની અનુઆધુનિક વાર્તાઓ’, કનુ ખડદિયા, ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ: ૨૦૧૬

Downloads

Published

16-11-2023

How to Cite

Chaudhari, B. (2023). મણિલાલ હ. પટેલની જાતીયતાપરક વાર્તાઓ. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 297–300. https://doi.org/10.47413/vidya.v2i2.276

Issue

Section

Articles