પરિષ્કૃતિની એક વિલક્ષણ કાવ્યકૃતિ : ‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’

Authors

  • ડૉ. ધ્રુવિનકુમાર રમણભાઈ પટેલ આર્ટસ, સાયન્સ એન્ડ આર. એ. પટેલ કોમર્સ કૉલેજ, ભાદરણ

DOI:

https://doi.org/10.47413/sgq04k82

Abstract

ઈ.સ. ૧૯૫૫ની આસપાસ સુરેશ જોષી દ્વારા આધુનિક કવિતાનું આંદોલન આરંભાયું. એક તરફ આધુનિક પાશ્ચાત્ય જીવનમૂલ્યોનો આદર તો બીજી તરફ વિશ્વસાહિત્યના વાચન-શ્રવણથી સંસ્કરણ પામેલી સાહિત્ય સર્જન-વિવેચનની નૂતન વિભાવનાઓને અનુસરવાનું વલણ આધુનિક કવિતાનું મુખ્ય લક્ષણો બન્યું. આ જીવનમૂલ્યો અને કાવ્યવિભાવના આપણા જીવન મૂલ્યો અને કાવ્યવિભાવના અનુષંગે નહોતા આવ્યાં. આથી તે યોગ્ય પ્રમાણમાં આત્મસાત ન થયાં. ગણ્યા ગાંઠ્યા સર્જકોને બાદ કરતાં પાશ્ચાત્ય કાવ્ય અને એની વિભાવનાનાં અનુકરણો અનુસરણોમાં નિભૃત થયા. આ સ્થિતિ વચ્ચે જે ફલિત થયું એનું એક અભિવ્યક્તિનું ગુજરાતી કવિતામાં જુદું અને મોટું પ્રદાન છે. પરંતુ એ કમનસીબે અપવાદ સિવાય ‘કવિતા’ સુધી ન પહોંચી શક્યું. અને એ ‘કુણ્થિત સાહસ’ તરીકે ફલિતાર્થ થયું.

References

1. મીનાશ્રુ હરીશ, તત્ક્ષણના વિદ્યુત્તસંચારે વલોણું ભાષાનું: ચટક ચટક છમ્મ છમ્મ, કેફિયત. આણંદ, સાહિત્ય સ્વરૂપ: કવિતા, તા. ૨૫-૧૨-૨૦૧૩, બુધવાર, ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન.

2. પંડયા રાજેશ, (ડિસેમ્બર, ૨૦૧૪) ‘પરબ’, પ્રાસંગિક: ભગવામાં જે ભરત ભરીને સોહે તે કવિ, અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ, વર્ષ: ૯, અંક: ૫, તંત્રી: જોશી યોગેશ, (પૃ.૪3 થી ૫૧).

3. મીનાશ્રુ હરીશ, (ડિવાઇન પ્રથમ સંવર્ધિત આવૃત્તિ : ૨૦૧૧), ‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’, અમદાવાદ, ડિવાઇન

4. પબ્લિકેશન્સ.

Downloads

Published

26-12-2024

Issue

Section

Articles

How to Cite

પરિષ્કૃતિની એક વિલક્ષણ કાવ્યકૃતિ : ‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’. (2024). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 3(2), 109-112. https://doi.org/10.47413/sgq04k82