રાષ્ટ્રીય, ધાર્મિક અને કૌટુંબિક પ્રેમનો પર્યાય: ‘શાનટેલનો ઉમરાવ’

Authors

DOI:

https://doi.org/10.47413/q6fjt376

Abstract

જૂલે વર્ન કૃત ૧૮૬૪માં પ્રકાશિત ‘ફ્રેંચ રિવોલ્યુશન’નો ગુજરાતી અનુવાદ સાધના નાયક દેસાઈએ ‘શાનટેલનો ઉમરાવ’ નામે કર્યો છે. સાહસકથાઓ અને વિજ્ઞાનકથાઓના અમર ફ્રેંચ સર્જક એવા જૂલે વર્નનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૮૨૮ના રોજ નાન્ટેસ શહેરમાં થયો હતો. જૂલે વર્ન ફ્રેંચ નવલકથાકાર, કવિ અને નાટ્યકાર હતાં. તે વિજ્ઞાન સાહિત્યના ઋષિ ગણાય છે. ફ્રાન્સ અને મોટાભાગના યુરોપમાં વર્નને એક મહત્વપૂર્ણ લેખક માનવામાં આવે છે જ્યાં તેમણે અસ્તિત્વવાદ પર બહોળો પ્રભાવ પાડયો હતો. વર્નએ વિજ્ઞાનકથા, સાહસકથા ઉપરાંત અલૌકિક-અગોચરકથાઓ, પ્રવાસકથાઓ, વ્યંગકથાઓ, રાજકીય સંદેશ આપતી કથાઓ પણ લખી છે. અગાથા ક્રિસ્ટી અને વિલિયમ શેક્સપિયર પછી વર્ન વિશ્વના બીજા સૌથી અનુવાદિત લેખક છે. તેમને ‘ફાધર ઑફ સાયન્સ ફ્રિકશન’ કહેવામાં આવે છે. ફ્રાન્સમાં જૂલે વર્નના મૃત્યુની શતાબ્દી નિમિત્તે વર્ષ ૨૦૦૫ને ‘જૂલસ વર્ન યર’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

References

1. કૃતિ- શાનટેલનો ઉમરાવ, લે.- જૂલે વર્ન, અનુ.- સાધના નાયક દેસાઈ, પ્રથમ આવૃતિ ૨૦૨૨,પ્રકા.- ફેલિકસ પબ્લિકેશન, સુરત

Downloads

Published

26-12-2024

Issue

Section

Articles

How to Cite

રાષ્ટ્રીય, ધાર્મિક અને કૌટુંબિક પ્રેમનો પર્યાય: ‘શાનટેલનો ઉમરાવ’. (2024). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 3(2), 152-155. https://doi.org/10.47413/q6fjt376