ઔધોગિક ક્રાંતિ ૪.0 તરફની એક નવી દિશા: ભારતીય ગીગ અર્થતંત્ર
DOI:
https://doi.org/10.47413/vidya.v1i1.50Abstract
ડિજિટલાઇઝેશન એ એક ખૂબ વ્યાપક વિષય છે, જે સમાજના દરેક પાસાઓને અસર કરે છે. સ્માર્ટફોન ટેક્નોલોજીના આગમન સાથે ઝડપથી ગતિવાળી દુનિયામાં લોકો કેવી રીતે જીવે છે અને કામ કેવી રીતે કરે છે, તે પરંપરાગત કામની પદ્ધતિથી સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ભારત એક મજૂર સરપ્લસ દેશ છે. જ્યાં માંગ કરતાં કર્મચારીઓનો પુરવઠો ઘણો વધારે છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખતા જોઈએ તો, સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયા, મેક ઇન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, ભારતનેટ, સ્ટાર્ટ-અપ-ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ-ઈન્ડિયા જેવી અઢળક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. આ યોજનાઓ સફળ થવા માટે જરૂરી સ્ત્રોતો ઉપલબ્ધ છે કે નહીં તે જાણવું ખરું રહ્યું! 2020માં ટ્રાઇ દ્વારા કરવામાં આવેલ 'ભારતીય ટેલિકોમ સર્વિસિસ પર્ફોર્મન્સ ઈન્ડિકેટર્સ' સર્વે રિપોર્ટ મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં બ્રોડબેન્ડ સબસ્ક્રાયબર્સનું પ્રમાણ 93% છે, અને ગ્રામીણ વિસ્તારમાં 29.83% સબસ્ક્રાયબર્સનું પ્રમાણ નોધવામાં આવ્યું (Sharma). અલબત્ત, દેશની ગ્રામીણ વસ્તી પાસે જીવન જરૂરિયાતોને પહોચી વળવાના સ્ત્રોતો પણ ઉપલબ્ધ નથી, ત્યારે ઇન્ટરનેટની સુવિધાઑનો ઓછાપો સ્વાભાવિક રીતે સમજી શકાય, જેના મુખ્ય કારણોમાં શિક્ષણનો નીચો દર જેથી ઇન્ટરનેટ સેવાનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો. ઇન્ટરનેટ નેટવર્કની અનુઉપલબ્ધિ, ઇન્ટરનેટની સુવિધાના ઊચા દરને વગેરેને પણ ગણાવી શકાય.
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.