ન્યાયકુસુમાઞ્જલીમાં ઈશ્વરતત્વ : એક તત્ત્વચિંતન
DOI:
https://doi.org/10.47413/7s9gtd93Keywords:
ન્યાયકુસુમાઞ્જલી, ઈશ્વરતત્વ, ભારતીય દર્શન, તત્વજ્ઞાન, PHILOSOPHY, આસ્તિક અને નાસ્તિક., ઉદયનાચાર્ય, ચાર્વાક, બૌદ્ધ અને જૈન દર્શન, ન્યાયAbstract
પ્રસ્તુત લેખમાં ભારતીય દાર્શનિક પરંપરામાં ઈશ્વરતત્વ એક કેન્દ્રીય મુદ્દો રહ્યો છે, જે વિવિધ દાર્શનિક પદ્ધતિઓ અને પરંપરાઓ દ્વારા વિશદરૂપે ચર્ચિત થયો છે. વેદો, ઉપનિષદો, ભગવદ્ગીતા, સિદ્ધાંત ગ્રંથો અને નાનાં દાર્શનિક શાળાઓ (જૈન, બૌદ્ધ, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત) ઈશ્વરતત્વને જુદા-જુદા દૃષ્ટિકોણોથી અભિગમ આપે છે. આ લેખમાં ભારતીય દર્શનશાસ્ત્રમાં ઈશ્વરતત્વના સ્વરૂપ, તેની અનિવાર્યતા, સાકાર અને નિરાકારતત્વ, તથા આધ્યાત્મિક અને દાર્શનિક પરિપ્રેક્ષ્યમાં તેની ભૂમિકા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. તેમાં આદર્શવાદ અને તત્ત્વચિંતનની વિવિધ વિભાવનાઓનું વિશ્લેષણ કરાયું છે, જે ઈશ્વરના સ્વરૂપ અને સત્તાની પદ્ધતિઓને સ્પષ્ટ કરે છે. "ન્યાય કુસુમાંજલિ" એ આચાર્ય ઉદયનાચાર્ય (10મી-11મી સદી) દ્વારા રચિત એક પ્રસિદ્ધ ગ્રંથ છે, જે ઈશ્વરનાં અસ્તિત્વના તર્કસંગત પુરાવા આપવા માટે લખાયો છે. આ ગ્રંથ નાસ્તિક મતોના વિરોધમાં આસ્તિક દૃષ્ટિકોણ પ્રસ્થાપિત કરે છે અને ઈશ્વરની અવશ્યકતા, એનું અસ્તિત્વ, અને એનાં ગુણો વિશે તર્કપૂર્વક ચર્ચા કરે છે.ન્યાય કુસુમાંજલિ ગ્રંથ ઈશ્વરવાદ (Theism) નો તર્કસંગત આધાર પ્રદાન કરે છે. ઉદયનાચાર્યએ ચાર્વાક, બૌદ્ધ અને જૈન દર્શનના નાસ્તિક તર્કોનો ખંડન કર્યો છે. આ ગ્રંથ પાંચ સ્તબક માં વિભાજિત છે, જેમાં ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરવા માટે 12 મુખ્ય તર્કો આપવામાં આવ્યા છે. ઉપરાંત, લેખમાં શ્રુતિ-સ્મૃતિ ગ્રંથો તેમજ આધુનિક દાર્શનિક વિચારકોના અભિપ્રાયો દ્વારા ઈશ્વરતત્વની તટસ્થ સમજૂતી આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ અભ્યાસ આધ્યાત્મિક જિજ્ઞાસુઓ તેમજ દાર્શનિક અધ્યયન માટે ઉપયોગી સાબિત થશે.
References
1. ન્યાય સૂત્ર
2. વૈશેષિક સૂત્ર
3. તર્ક દીપિકા
4. યોગસૂત્ર
5. ન્યાયસિદ્ધાંતમુક્તાવલી
6. સાંખ્ય સૂત્ર
7. ઈશાવાસ્યઉપનિષદ્
8. જૈન સૂત્ર
9. ન્યાય કુસુમાંજલિ
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2025 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.