આજુખેલે : સંસ્મરણોની કથા

Authors

  • રોશની ધમ્મદર્શી GUJARAT UNIVERSITY

DOI:

https://doi.org/10.47413/g9zyk648

Abstract

 ધ્રુવ ભટ્ટ પાસેથી ‘અગ્નિકન્યા’, ‘સમુદ્રાન્તિકે’, ‘તત્વમસિ’, ‘અતરાપી’, ‘કર્ણલોક’, ‘અકૂપાર’, ‘લવલી પાનહાઉસ’ અને ‘તિમિરપંથી’ જેવી નવલકથા સુલભ થાય છે. તે ઉપરાંત કવિતા અને બાળસાહિત્યમાં પણ તેમનું પ્રદાન રહેલું છે. તેમની ‘તત્વમસિ’ નવલકથા પરથી ‘રેવા’ નામે ગુજરાતી ચલચિત્ર પણ બન્યું છે. ‘આજુખેલે’ કૃતિ ગૂર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા ઈ. સ.૨૦૨૩માં પ્રકાશિત થઈ છે. જયારે આ કૃતિની બીજી આવૃત્તિ એપ્રિલ-૨૦૨૩માં ઉપલબ્ધ થાય છે.

 ‘આજુખેલે’ કૃતિનું મુખપૃષ્ઠ બાળપણને ઉજાગર કરે છે. કૃતિ વાચતા જણાઈ આવે છે કે સર્જકે અડધાથી વધુ ભાગમાં બાળપણના સંસ્મરણોને આવરી લીધા છે. આ કૃતિનું શીર્ષક ‘આજુખેલે’ વાચતા ભાવકના મનમાં કૃતિ પ્રત્યેની જિજ્ઞાસા જાગે છે. સર્જક નિવેદનમાં જણાવે છે તેમ બાળપણમાં આ વખતે કે આ જન્મે કે આ ફેરે માટે ‘આજુખેલે’ શબ્દ પ્રયોગ કરતા હતા. ‘આજુખેલે’ કૃતિમાં સર્જકે પોતાના જીવનના સ્મરણોનું આલેખન કર્યું છે. આ કૃતિમાંથી પસાર થતાં લાગે છે કે જાણે સર્જક તેમના જીવનની વાત વાચક સામે કહી રહ્યા હોય, કૃતિમાં તેમણે પોતાના જીવનના અનેક પ્રસંગો અને ઘટનાઓનો સમાવેશ કર્યો છે.

References

1. આજુખેલે, લે. ભટ્ટ ધ્રુવ, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ, બીજી આ. એપ્રિલ -૨૦૨૩

Downloads

Published

04-04-2025

Issue

Section

Articles

How to Cite

આજુખેલે : સંસ્મરણોની કથા. (2025). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 4(1), 146-147. https://doi.org/10.47413/g9zyk648