પંચમહાલ જિલ્લાના આદિવાસીઓનો સ્થાનીય રોજગાર અને ખેતી તથા પશુપાલન વલણો
DOI:
https://doi.org/10.47413/vidya.v2i1.146Keywords:
પંચમહાલ, કૃષિ, પશુઓ, ઉત્પાદન, રોજગારAbstract
પંચમહાલ જીલ્લો મધ્ય ગુજરાત પ્રદેશનો મહત્વનો જિલ્લો છે. પંચમહાલ મુખ્યત્વે ડાંગર, મકાઈ જેવા મુખ્ય પાકો ધરાવતો કૃષિ જિલ્લો છે. અન્ય પાકો જેમકે ઘઉં, કઠોળ, મગફળી, તમાકુ, વગેરેની ખેતી થાય છે. જિલ્લામાં પ્રવર્તતી કૃષિ-આબોહવા પરિસ્થિતિ ફળ અને શાકભાજી જેમ કે કેરી, સપોટા, જામફળ, પપૈયા, ડુંગળી, બટાકા વગેરેની ખેતી માટે યોગ્ય છે. પંચમહાલ વિવિધ પ્રકારના શાકભાજીનું ઉત્પાદન કરે છે. પંચમહાલ જિલ્લામાં અર્ધ શુષ્ક આબોહવા છે. જિલ્લામાં સરેરાશ વરસાદ 770mm થી 880 mm સુધી બદલાય છે. ચોમાસું અનિયમિત છે અને વરસાદની મોસમમાં પણ લાંબા સૂકા સ્પેલ્સ સામાન્ય છે. જેના કારણે ખેડૂતો બીજો પાક લેવા અને દૂધાળા પશુઓને પાળી શકતા નથી. પ્રસ્તૃત સંશોધન પત્રક પંચમહાલ જિલ્લાના આદિવાસીઓને પ્રાપ્ય સ્થાનીય રોજગાર અને ખેતી તથા પશુપાલન અંગે ના વિવિધ વલણો ની ચર્ચા કરવાનો પ્રયત્ન કરવા 2016 – 17ના આંકડાઓનો આધાર લેવામાં આવ્યો છે.
References
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.