પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માનવ વિકાસના સંદર્ભમાં શિક્ષણ અંગેની પરિસ્થિતિનો અભ્યાસ
DOI:
https://doi.org/10.47413/vidya.v2i2.204Abstract
શિક્ષણને માનવીના માનવ તરીકેના અસ્તિત્વની સાથે સાંકળવામાં આવ્યું છે. શિક્ષણ વિના માનવી સંભવી જ ન શકે એવી એની દૈહિક રચના રચાયેલી છે. જન્મથી જ માનવીને પ્રાપ્ત થતી શારીરિક સંપત્તિ, એનાં અંગ-ઉપાંગો, એનું મગજ, એની જ્ઞાનેન્દ્રિયો વગેરે એને જીવનભર ટકી રહેવા, વિકસવા, સફળ નીવડવા અને તેમ કરીને એના જીવનની સાર્થકતાનો અનુભવ કરી, તેમાંથી મહત્તમ આનંદ અને સંતોષ મેળવવા જાણે કે એને નિરંતર શીખતા રહેવાની સામગ્રી પૂરી પાડે છે. એ માટે એને અભિપ્રેરણા આપે છે અને એમ કરીને દુનિયાના અન્ય પ્રાણી જાતથી એને એક આગવી ઓળખ આપે છે. આથી જ માનવીને ‘એક શીખતા પ્રાણી’ તરીકે ઓળખવામાં આવ્યો છે. જેમ માનવીની દૈહિક સંપત્તિ એને સદા શીખતું રહેતું વ્યક્તિત્વ બક્ષે છે, એમ એની અનેકવિધ માનસિક શક્તિઓ, જેવી કે બુદ્ધિ, તર્ક, કલ્પના, સ્મૃતિ, અર્થગ્રહણ, તુલના, નિષ્કર્ષ, કુતૂહલ વગેરે એને પ્રચંડ ક્ષમતાભંડાર બક્ષે છે; જે એને શીખવા અને સતત શીખતા રહેવા એક અંતર્ગત બળ પૂરું પાડે છે. કુદરતે એને વાચા આપીને તો જાણે શીખવા-શીખવવાની અનેકાનેક સંભાવનાઓનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં ! પરિણામે, આદિ કાળથી લઈને આજ લગી માનવીએ અતિરોમાંચક, અતિસાહસભરી અને અકલ્પ્ય પરિણામો ધરાવતી જ્ઞાનયાત્રા ખેડ્યાં કરી છે. આજે એ 21મી સદીના આરંભે શરૂ થયેલા જ્ઞાનયુગનો તે એક કાબેલ યાત્રી, નિર્માતા અને વ્યવસ્થાપનકાર બની શક્યો છે એ તેના વિકાસનું ઇતિહાસનું એક અભૂતપૂર્વ પ્રકરણ બનવા પામ્યું છે.
References
Downloads
Published
Issue
Section
License

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.