ગંગાલહરીમાં જગન્નાથે વર્ણવેલ ગંગામાહાત્મ્ય

Authors

  • ડૉ. રઘુભાઇ કે. પટેલ

DOI:

https://doi.org/10.47413/xdzaqh64

Abstract

 કોઇ એક આરાધ્ય દેવ કે દેવીની સ્તુતિમાં રચાયેલાં, ભાવસભર ઊર્મિઓ અને ઉદગારોથી યુક્ત તેમજ સાહિત્યિક ગુણોથી અલંકૃત કાવ્યોને સ્તોત્ર કહેવામાં આવે છે. કવિની જે તે દેવ તરફની પ્રતિપત્તિ અને શરણાગતિ આમાં આધારસ્વરૂપ બની રહે છે. અનન્ય ભાવે જે તે દેવ કે દેવીને શરણે ગયેલ કવિ પરમ ભાવાર્દ્ર હૃદયે જે તે દેવ કે દેવીને ભજે છે. આમાં મહદંશે પોતાનો ઉદ્ધાર કરવાની યાચના મુખ્ય હોય છે. સાથે સાથે પોતાનાં અનેક દુષ્કર્મો બદલ આત્મભર્ત્સના કરી કવિ પોતાનો પશ્ચાતાપ વ્યક્ત કરે છે અને પોતાના આરાધ્ય દેવના મહિમાવંત કાર્યો અને પરાક્રમોનું ગૌરવપૂર્ણ આલેખન કરી તે દેવ કે દેવીની અનન્ય મહત્તા સિદ્ધ કરે છે. સ્તોત્રકાવ્યમાં પ્રસ્તુત દેવ કે દેવી જ પોતાના જેવા સર્વત્ર તિરસ્કૃત વ્યક્તિનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે એ બાબતનું ભક્તકવિ વારંવાર પ્રતિપાદન કરે છે. આમ ભક્તિ, પ્રપત્તિ, અનન્ય શરણાગતિ, દેવમહિમા વર્ણન,આત્મભર્ત્સના અને પશ્ચાતાપ એ સ્તોત્રકાવ્યનાં અગત્યનાં લક્ષણો છે. સ્તોત્રકાવ્ય અનિવાર્ય રીતે ઊર્મિકાવ્ય હોવાથી ઊર્મિપ્રધાન કવિતામાં જે ઊર્મિનું પ્રાધાન્ય તેમ જ રસાત્મકતા હોય છે તે અહીં ભક્તિભાવસ્વરૂપે પ્રગટ થાય છે. પંડિતરાજ જગન્નાથનો ગંગા નદી તરફનો પ્રેમ, આદર અને ભક્તિસભર ઊર્મિઓ ગંગાલહરીસ્તોત્રમાં અભિવ્યક્ત થયેલી છે. 

References

1. ગંગાલહરી- સરસ્વતી પ્રકાશન, અમદાવાદ.

2. ગંગાલહરી- પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.

3. રસગંગાધર- સરસ્વતી પ્રકાશન, અમદાવાદ.

4. ગંગાલહરી – ગીતાપ્રેસ,ગોરખપુર.

5. શ્રીગંગાસહસ્રનામસ્તોત્રમ્ - ગીતાપ્રેસ,ગોરખપુર.

6. ગંગાલહરી – બલવંત પુસ્તક ભંડાર,મુંબઇ

Downloads

Published

11-09-2025

Issue

Section

Articles

How to Cite

ગંગાલહરીમાં જગન્નાથે વર્ણવેલ ગંગામાહાત્મ્ય. (2025). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 4(2), 86-90. https://doi.org/10.47413/xdzaqh64

Most read articles by the same author(s)