શિક્ષણમાં સાહિત્ય અને સાહિત્યમાં શિક્ષણ
DOI:
https://doi.org/10.47413/vidya.v2i2.270Abstract
ધર્મનું સ્મારક મંદિર ,ન્યાય નામની ઘટનાનું સ્મારક ન્યાયાલય ,ગુનાનું સ્મારક કેદખાનું ,નશાનું સ્મારક શરાબ -ખાનું ,કામાસકિતનું સ્મારક વેષ્યાગૃહ તેમ શિક્ષણનું સ્મારક??!!.... 'નિશાળ' માત્ર ન થઈ શકે. શિક્ષણનું સાચું સ્મારક મારી દ્રષ્ટિએ તો સાહિત્ય થઈ શકે .ગાંધીજીના કોઈપણ સ્મારકો ગમે તેટલા બને કે પછી ગમે તેટલા ભવ્ય હોય તો પણ આખાને આખા ગાંધીને સમાવી શકે ખરા?? પણ ' સત્યના પ્રયોગો ' , ' ગાંધીજીનો અક્ષરદેહ ', ' હિંદ સ્વરાજ ' , ' અનાસક્તિયોગ ' વગેરે જેવા ગાંધી સાહિત્યથી જ ગાંધીજીને સમાવી શકાય , સમજી શકાય , જાણી શકાય ;આવો અનન્ય સંબંધ છે સાહિત્ય અને શિક્ષણનો. - ઈ. સ.૧૮૭૧માં થયેલા ફ્રાન્સ અને જર્મની વચ્ચેના યુદ્ધમાં ફ્રેંચ હાર્યા જર્મન જીત્યા. તેના કારણો શોધાયા તેમાં એક એવું પણ કારણ હતું કે જર્મનોના શિક્ષણમાં તેમની સાહિત્યકૃતિઓ ખૂબ પ્રેરણાદાયી છે જેથી કરીને તેઓ જીત્યા.શિક્ષણ અને સાહિત્ય એ પરસ્પર એકબીજાને માટે સાપેક્ષ અને નિરપેક્ષ રીતે જોડાયેલા છે.
References
શાહ ગુણવંત :પતંગિયાની અવકાશ યાત્રા
દવે મકરંદ :મકરંદ દવે કાવ્ય સંગ્રહ
જોષી સુરેશ :સુરેશ જોશી સાહિત્યવિશ્વ ગ્રંથસ્થ નિબંધ ખંડ ૧
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2023 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.