‘માનવીનો માળો’ નવલકથામાં સમાજચેતના

Authors

DOI:

https://doi.org/10.47413/twm3cm05

Abstract

પુષ્કર ચંદરવાકરે સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં હાથ અજમાવેલો છે. જેમાં નવલકથા, નવલિકા, એકાંકી, બાળવાર્તા, સાંસોધન તથા સંપાદનનો સમાવેશ થાય છે. આ વિવિધ ક્ષેત્રો પૈકી લોકસાહિત્યમાં તેમની કલમે તેમને અગ્રસ્થાન અપાવ્યું છે. તો નવલકથામાં પણ તેમણે વિપુલ ખેડાણ કર્યું છે. પુષ્કરચંદરવાકરની નવલકથામાં ગ્રામજીવનનું ચિત્રણ બખૂબી તાર્દશ થતું જોવા મળે છે. આનું કારણ એજ છે કે, પુષ્કરચંદરવાકરે અન્ય લેખકો ની જેમ જ ગ્રામ્યજીવનને આલેખવાનો પ્રયશ કર્યો છે. પરંતુ અન્ય લેખકોની જેમ પોતાના રૂમમાં બેસીને જે ગ્રામજીવનનું આલેખન થાય છે એના કરતાં તેમણે એ ગ્રામજીવનને આલેખ્યું છે જે તેઓ જીવ્યા છે. જેમ આપણે એવું કહી કે પ્રથમ વરસાદમાં ભીની માટીની સુવાસ આપણને તરબોળ કરી દે છે. આવું કહેવા કરતાં ખરેખર આવતા પ્રથમ વરસાદના અનુભવ સમયે આવતી ભીની માટીની સુવાસથી જે રોમાંચ થાય તે કઈક અલગ જ હોય છે. તેવું આ બાબતમાં પણ છે. અહી કોઈ અતિશયોક્તિ નહીં લાગે કે પુષ્કરચંદરવાકરના ગ્રામજીવનનું આલેખન પણ આવુ જ પ્રત્યક્ષ જોવા મળે છે. આવુ ગ્રામ જીવન આલેખાયેલી નવલકથા ‘માનવીનો માળો’માં વર્ણવાયેલો સમાજ અહી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

References

1. ચંદરવાકર પુષ્કર: ‘માનવીનો માળો’, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ ૧૯૫૫

Downloads

Published

26-12-2024

Issue

Section

Articles

How to Cite

‘માનવીનો માળો’ નવલકથામાં સમાજચેતના. (2024). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 3(2), 156-158. https://doi.org/10.47413/twm3cm05