ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ-સૌરાષ્ટ્રનાં જૂનાં પંથકો અને પરગણાં

Authors

  • વજીર પ્રવિણભાઇ ભીખાભાઇ SHREE KRISHNA ARTS COLLEGE LAKHANI

DOI:

https://doi.org/10.47413/fvge2143

Abstract

એક મંતવ્ય અનુસાર આર્ય સંસ્કૃતિનો સમય .. પૂર્વે 360 નો. તે વખતે સિંધુમુખ એટલે સૌરાષ્ટ્રની આજુબાજુ અનાર્યો વસતા અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આસુરી સંસ્કૃતિ ફેલાયેલી હતી. ભૂસ્તર શાસ્ત્રીઓના મતાનુસાર આખો સૌરાષ્ટ્ર દેશ એક કાળે બેટ હતો. સૌરાષ્ટ્ર એક દ્વીપકલ્પ છે, તેનો દરિયા કાંઠો 750 માઇલ જેટલો છે, તેનું ક્ષેત્રફળ લગભગ 23500 ચોરસ માઈલ છે. અહીંનો મોટો પર્વત ગિરનાર છે, જેની આસપાસ સૌરાષ્ટ્રનો ઇતિહાસ ગૂંથાયેલો છે. અહીંથી વહેતી ભાદર, શેત્રુંજી, સુખભાદર, ઓજત, ભોગાવો, કાળુભાર અને મચ્છુ સાત નદીઓ મુખ્ય છે. ગિરનાર ઉપરાંત શેત્રુંજય, બરડો અને ચોટિલો મુખ્ય પર્વતો છે. નવલખી, ઓખા, પોરબંદર, વેરાવળ, મહુવા તથા ભાવનગર સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ બંદરો છે. સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ગઢડા અને પાલિતાણા સૌરાષ્ટ્રના મુખ્ય યાત્રાધામો છે. ‘સ્વાધ્યાયવલ્લીમાં યથાર્થ કહ્યું છે કે, ‘અલૌકિક ગીતાજ્ઞાન આપનાર શ્રીકૃષ્ણ યોગેશ્વરનું નિવાસ સ્થાન ઐતિહાસિકનગરી સૌરાષ્ટ્ર છે. ઉપરાંત આદિનાથ, નેમિનાથ ચોવીસ તીર્થંકરો, સહજાનંદ સ્વામી, સુદામા, મીરાં અને નરસિંહ મહેતા સમા પ્રભુ પ્રિય ભક્તોને પરમશાંતિ અહીં મળી છે.

References

1. વર્ણકસમુચ્ચય- ભોગીલાલ સાંડેસરા

2. કાઠિયાવાડ સર્વસંગ્રહ- કવિ નર્મદાશંકર

3. શિહોરની હકીકત- દેવશંકર ભટ્ટ

4. ઊર્મિનવરચના- દુહા અંક –જૂન-1975

5. આલાખાચર સાહેબનું જીવનચરિત્ર- જેઠમલજી મહારાજ

Downloads

Published

04-04-2025

Issue

Section

Articles

How to Cite

ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ-સૌરાષ્ટ્રનાં જૂનાં પંથકો અને પરગણાં. (2025). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 4(1), 64-67. https://doi.org/10.47413/fvge2143