શિષ્ટસાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચેના ભેદસંદર્ભે મેઘાણીનીસૈદ્ધાંતિક અવધારણા
DOI:
https://doi.org/10.47413/ngwssc06Keywords:
શિષ્ટસાહિત્ય , લોકસાહિત્યAbstract
લોકસાહિત્યનું નિર્માણ થાય છે સમસ્ત લોકસમુદાય દ્વારા. તેથી એમાં વર્ણવાયેલા ભાવ, રસ અને કલ્પનાઓ પણ લોકજીવનમાંથી જ, લોકોના જીવન અનુભવો સાથે જડાયેલી હોય એવી સૃષ્ટિમાંથી જ આવે છે. ભાવ, અભિવ્યક્તિ અને પ્રયોજનના સંદર્ભે શિષ્ટસાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે તાત્વિકભેદ જોવા મળે છે. આ દ્રષ્ટીએ જોઈએ તો મેઘાણીના મુલ્યવાન ગ્રંથ ‘લોકસાહિત્યનું સમાલોચન’નું ચોથું વ્યાખ્યાન ‘સ્વતંત્ર અને સજીવન સ્રોત’ ઘણું અગત્યનું છે, કારણ કે એ વ્યાખ્યાનમાં મેઘાણીએ લોકસાહિત્યની નિજી પ્રકૃતિ અંગેની પોતાની સમજ દર્શાવી આપી છે. મેઘાણીએ આ વ્યાખ્યાન મુંબઈ યુનિવર્સીટી ખાતે આપેલું હતું. આ વ્યાખ્યાનમાં મેઘાણીનો ઉપક્રમ લોકસાહિત્ય અને શિષ્ટસાહિત્ય વચ્ચેના પ્રકૃતિગત ભેદને સ્પષ્ટ કરવાનો રહ્યો છે. ગુજરાત સરકારે તાજેતરમાં મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિનું વર્ષ ઉજવવાની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે સરકારશ્રી દ્વારા સ્થાપિત ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યકેન્દ્ર’ પણ વિશેષ ઉપક્રમો યોજી રહ્યું છે. આ નિમિત્તે એમના કાર્યનું પુનર્મૂલ્યાંકન કરી એમની સજ્જતાને દર્શાવી આપવાનું કાર્ય ઘણું આવશ્યક છે. આ લેખમાં શિષ્ટસાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચેના ભેદસંદર્ભે મેઘાણીની સૈદ્ધાંતિક અવધારણા તપાસીને તેનું મૂલ્યાંકન કરવાનો ઉપક્રમ છે.
References
1. ‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય’, ઝવેરચંદ મેઘાણી, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૧૧.
2. ‘લોકસાહિત્ય: ધરતીનું ધાવણ’, ઝવેરચંદ મેઘાણી, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૧૧.
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2025 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.